HERITAGE IN OUR ROOTS. PROGRESS IN OUR HANDS.
વારસાથી સમૃદ્ધ.
વિકાસ માટે પ્રતિબદ્ધ.
વસો ગ્રામ પંચાયતમાં આપનું સ્વાગત છે. નાગરિક સેવાઓ, ગામની માહિતી અને આપણા કાષ્ઠકળાના વારસાને જોડતું એક સ્થળ.
Vaso Heritage & Smart Village · Gujarat, India
A connection to home for our NRI community.
.webp)
.webp)
.webp)
અરજી ફોર્મ
ફોર્મ જુઓ અથવા ડાઉનલોડ કરી પ્રિન્ટ લો
VILLAGE UPDATES
જાહેર સૂચનાઓ
AT YOUR SERVICE
સેવાઓ એક જ સ્થળે
MANY STORIES. ONE VILLAGE.
આવો, વસોને નિહાળીએ.
ગામના પ્રવેશદ્વારથી હવેલીઓનાં આંગણાં સુધી — વસોના સ્થળો, કળા અને યાદોની એક ઝલક.
Vaso: Heritage & Smart Village in Gujarat, India
Welcome to Vaso, a village in Kheda district, Gujarat, India. This shared home for local residents and the Vaso NRI community connects families overseas with their village roots. Discover carved wooden havelis, the legacy of Darbar Gopaldas Desai and local traditions, explore heritage tourism in Gujarat, and learn about Vaso Gram Panchayat and the village’s smart village vision.
THE STORY OF OUR VILLAGE
વસો ગામનો ઇતિહાસ અને પરિચય

દરબાર ગોપાળદાસ દેસાઈ અને વસો
વસો અને ગોપાળદાસ વિશે વધુ વાંચો
ગોપાળદાસ અંબઈદાસ દેસાઈ (૧૮૮૭–૧૯૫૧)
ગોપાળદાસ અંબઈદાસ દેસાઈ (૧૮૮૭–૧૯૫૧) અથવા દરબાર ગોપાલદાસ એ સૌરાષ્ટ્રના દેશી રજવાડાઓ પૈકી એક એવા ઢસા રજવાડાના કુંવર અને રાજા હતા. તેઓ એક જાણીતા ગાંધીવાદી રાજનૈતિક અને સમાજ સેવક હતા. તેઓ બ્રિટિશ રાજથી ભારતની સ્વતંત્રતા માટે રાજપાટ છોડી દેનાર પ્રથમ રાજવી તરીકે જાણીતા છે. તેમના જન્મ સમયનું નામ ગોવર્ધનભાઈ જોરાભાઈ દેસાઈ હતુંં.
ઢસા રાજ્યના કુંવર અને રાજા તથા રાય-સંખલી
ગોપાળદાસનો જન્મ હાલના ગુજરાત રાજ્યના ખેડા જીલ્લામાં આવેલા વસોમાં થયો હતો. તેઓ બરોડા રજવાડાના ઈનામદાર હતા. તેઓ ઢસા રજવાડાના રાજા અને રાઈ અને સાંકળી ગામના જાગીરદાર હતા. તેઓ વૈષ્ણવધર્મી હતા. જાતે તેઓ પાટીદાર હતા અને તેમને દેસાઈ અને અમીનના ખિતાબ મળેલા હતા. તેમના પાલક પિતા અંબઈદાસ પછી તેઓ ઢસાની ગાદીએ આવ્યા. તેમના નાનાજીએ તેમને દત્તક લીધા હતા.
ગોપાલદાસ મહાત્મા ગાંધી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસથી ઘણા પ્રભાવિત હતા અને પ્રાયઃ તેમને નાણાકીય સહાય આપતા હતા. તેઓ એક વિકાસપ્રિય રાજા હતા અને તેમની પ્રજાને શિક્ષણ મફત અપાતું હતું. તેઓ મૅડમ મોન્ટેસરીના વિચારોથી પ્રભાવિત હતા અને ૧૯૧૫માં તેમણે વસોમાં તેમના માર્ગદર્શક મોતીભાઈ અમીનની મદદ વડે મોન્ટેસરી શાળા શરૂ કરી હતી. તે ગુજરાતની અને કદાચ સમગ્ર ભારતની પ્રથમ મોન્ટેસરી શાળા હતી.
૧૯૨૧ સુધી તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સક્રિય કાર્યકર બની ગયા હતા. તે જ વર્ષે તેઓ ખેડા જીલ્લા કોંગ્રેસ કમિટીના પ્રમુખ બન્યા. તે પછીના વર્ષે વૉરન હેસ્ટિંગ્સે તેમને ભારતીય કોંગ્રેસની સ્વાતંત્રયની ચળવળમાં ન જોડાવાની અને તેમને નાણાકીય સહાય ન આપવા માટે ચેતવણી આપી. તે ચેતવણી ન માનતાંં તેમની પાસેથી તેમનું રજવાડું છીનવી લેવામાં આવ્યું.
ઈ.સ. ૧૯૨૨માં ગોપાલદાસ અને તેમના પત્ની ભક્તિ લક્ષ્મી સક્રિય સ્વાતંત્ર્ય વીર બની ગયા. તેમના પત્ની ભક્તિબાના નામે લોકોમાં ઓળખાતા હતાંં. સિંહાસન પરથી તેમની હકાલપટ્ટીએ પછી બ્રિટિશ સરકારે તેમના પુત્ર સૂર્યકાંતને ગાદી સોંપવાનું નક્કી કર્યું. પણ તેમણે આ પ્રસ્તાવ નકારી કાઢ્યો અને જણાવ્યું કે તેમના રાજનૈતિક વિચારો પણ તેમના પિતા જેવા જ છે. ત્યાર બાદ જ્યારે તેમના અન્ય ત્રણ પુત્રો પુખ્ત વયે પહોંચ્યા ત્યારે બ્રિટિશ સરકારે તેમને ગાદી ધરી, પણ તે સૌએ તે જ કારણ બતાવી પ્રસ્તાવ નકારી કાઢ્યો.
સ્વાતંત્ર્ય સેનાની
તેમની અસ્કાયતો જપ્ત થતાંં તેમણે બોરસદમાં સ્થળાંતર કર્યું. ત્યાંથી તેમણે બોરસદ અને બારડોલી સત્યાગ્રહમાં ભાગ લીધો. ૧૯૩૦ના કાનૂનભંગની ચળવળ વખતે તેમનો સમગ્ર પરિવાર જેલમાં ગયો હતો. તેઓ પોતે, તેમના પત્ની ભક્તિબા, તેમના બે મોટા પુત્રો મહેન્દ્ર અને સૂર્યકાંત તથા તેમની પત્નીઓ તથા ૬ મહિનાનો નવજાત પુત્ર બરીંદ્ર સુધ્ધાં જેલમાં ગયો હતો. આમ બરીંદ્ર જેલમાં જનાર સૌથી નાની ઉંમરનો સ્વાતંત્ર્ય સેનાની બન્યો હોઈ શકે. અત્યંત નાની ઉંમરને કારણે બરીંદ્રને જેલમાં સાથે લઈ જવાની ભક્તિબાને ફરજ પડી હતી.
ગોપાલદાસના કુટુંબે ભારત છોડો આંદોલનમાં પણ સક્રિય ભાગ લીધો હતો. ભક્તિબા એક જાણીતા ગાંધીવાદી સમાજસુધારક તરીકે ઉભરાઈ આવ્યાંં. અને તેમનો પુત્ર યોગ સુંદર આગળ જતાં જાણીતો નર્તક અને નૃત્ય નિર્દેશક બન્યા અને તેણે ઇન્ડિયન રિવાઈવલ ગ્રુપની સ્થાપના કરી.
સમાજ સેવા
અસ્પૃશ્યતા નાબુદી અને સ્ત્રી શિક્ષણ જેવા ગાંધીવાદી આદર્શો માટે ગોપાલદાસ ને ભક્તિબા અવિરત કાર્ય કરતા રહ્યા. ગુજરાતમાં સ્ત્રી શિક્ષણ ક્ષેત્રમાં અને ખાસ કરીને બાલિકાઓ માટેના છાત્રાલય સ્થાપવામાં તેઓ અગ્રેસર હતા. તેમણે ૧૯૩૫માં વિઠ્ઠલ કન્યા વિદ્યાલય નડીઆદ અને ૧૯૪૬માં વલ્લભ કન્યા વિદ્યાલય, રાજકોટની સ્થાપના કરી. તેમાં કન્યા શાળા સાથે કન્યાઓ માટે છાત્રાલય પણ હતું.
સ્વતંત્રતા પછી ૧૯૪૭માં ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં તેમની સ્મૃતિમાં કીર્તિ મંદિર બંધાવ્યું હતું. તેનું ભૂમિ પૂજન દરબાર ગોપાલદાસના હાથે થયું હતું.
તેઓ બરોડાથી ભારતની કોન્સ્ટીટ્યુએન્ટ એસેમ્બલીના સભ્ય નિમાયા હતા. ભારતની સ્વતંત્રતા પછી તેમને તેમનું રજવાડું પાછું સોંપાયું હતું. તેઓ ભારત સાથે સ્વેચ્છાએ અને બિનશરતી વિલિનીકરણમાં સહમતી આપનાર ૫૫૦ રજવાડામાંના પહેલા રાજા હતા.
દરબાર ગોપાળદાસ હવેલી — તસવીર ગેલેરી
કોઈ પણ તસવીર પર ક્લિક કરો — મોટી તસવીર જોવા માટે.
PARTICIPATION. PROGRESS. TRANSPARENCY.
આપણું ગામ, આપણી ભાગીદારી
આપણી પંચાયત
સરપંચ, સભ્યો, વોર્ડ અને પંચાયતની કામગીરી વિશે જાણો.
પંચાયત પરિચયવિકાસ કાર્યો
ગામની વિકાસ યોજના, જાહેર કામો અને પ્રગતિની માહિતી.
પંચાયતી રાજ પોર્ટલ ↗જાહેર દસ્તાવેજો
બજેટ, ગ્રામસભાના ઠરાવો, ખર્ચની માહિતી અને RTI.
ઉપયોગી સરકારી લિંક્સ
FOR OUR COMMUNITY AROUND THE WORLD
Vaso — your connection to home
An English guide for Non-Resident Indians (NRIs), overseas families and visitors exploring Vaso’s heritage in Gujarat, India.
Where is Vaso village?
Vaso is in Kheda district, Gujarat, India. Use the map to plan your journey and confirm the exact destination before travelling.
Find Vaso on Google Maps ↗What can I explore in Vaso?
Explore Vaso’s carved wooden havelis, traditional courtyards and village architecture through our photographs. Read about Darbar Gopaldas Desai and the village’s history, education and community traditions.
Explore the village gallery →Can I visit Darbar Gopaldas Desai’s haveli?
The website includes a haveli photo gallery. Public access, opening hours, permissions and any fees are not confirmed here. Please arrange permission with the property owner or local representative before visiting; photographs do not imply unrestricted entry.
Read the history and view the haveli →How can NRIs stay connected with Vaso?
Families living overseas can explore village photographs, read local history and view Panchayat information on this website. For official enquiries, use verified Panchayat contact details when available. This website currently does not process applications, donations or online payments.
Our Panchayat →What does Vaso’s smart village vision mean?
It brings together the preservation of local heritage and easier access to village information through digital technology. The phrase describes the village’s vision on this website; it is not a claim of government smart village certification.
Is information available in English and Gujarati?
Use the English / ગુજરાતી language button for available translations. This English introduction and visitor guide also remain visible in the Gujarati view. Some local records and historical material are provided in Gujarati.
Village descriptions and historical accounts are based on information supplied for this website by the local community. Some historical dates and claims await documentary verification. Visitor guide updated: .


